ભૂજઃ કચ્છમાં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા હોય છે, પણ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાને કારણે લોકો ભૂકંપનો સામાન્ય અનુભવ કરતા હોય છે. ત્યારે રવિવારે 4,45 વાગ્યો 4ની તિવ્રતાનો ભૂંકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે એનો સમયગાળો માત્ર 5 સેકન્ડનો હતો. તેથી કોઈ જાનહાની થઈ નહતી. ભૂકંપનું એપિ સેન્ટર તાલુકા મથક ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું. ભૂકંપના 4ની તીવ્રતાના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાતાં લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા.
કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ છે. આ ભૂકંપમાં 4.45 કલાકે અનુભવાયો હોવાની માહિતી છે. ભચાઉથી 21 કિ.મી નોર્થ નોર્થ ઇસ્ટ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જેની અસર કચ્છમાં પણ થઈ છે, ભચાઉમાં સૌથી વધુ ભૂકંપનો આચંકો અનુભવાયો છે.
કચ્છમાં 23 વર્ષ પહેલા 26મી જાન્યુઆરીએ સર્જાયોલા ભૂકંપેને લીધે ભારે જાનહાની થઈ હતી. એટલે કચ્છવાસીઓ જાન્યુઆરી મહિનાને ક્યારેય ભૂલતા નથી. અને ભૂકંપની વરસીના 23 વર્ષ બાદ પણ આફ્ટર શોક યથાવત છે. રવિવારે આવેલા ભૂકંપના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભચાઉ, નેર કડોલ, બંધડીમાં વધુ અસર જોવા મળી હતી. તો ખાવડા વિસ્તારમાં ઘરની છતના નળિયા હલ્યા હતા અને ઘરમાં મૂકેલા વાસણો પડી ગયા હતા. ભુજ માધાપરમાં પણ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જ્યારે ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં મહિલાઓ બાળકો સાથે ઘર બહાર દોડી આવી હતી. તો માંડવીમાં પણ અસર જોવા મળી હતી.
ગાંધીનગર સ્થિત સિસમોલોજી રીસર્ચ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું અને પાંચથી છ સેકન્ડ સુધી આંચકો અનુભવાયો હતો.