- અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા
વિતેલી રાત્રે અંદામાન-નિકોબારમાં ભૂંકપના આચંકા મોડી તાર્તે અનુભવાયા બાદ આજે સવારે અરુણાચલ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અરુણાચલ પ્રદેશમાં આજરોજ ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
અરુણાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર5.7 નોંધાઈ હતી. અરુણાચલ પ્રદેશમાં સવારે 10 વાગ્યેની 30 મિનિટે આવેલા આ ભૂકંપના કારણે નાગાલેન્ડ સુધી તેના આચંકાઓ અનુભવાયા હતા,ઉત્તર-પૂર્વના ઘણા વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે
અરુણાચલ પ્રદેશથી મળેલી માહિતી મુજબ અહીં થોડી જ વારમાં બે વખત આચંકાઓ આવ્યા એક પછી એક આમ બે વખત કંપારી અનુભવાય હતી. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. પહેલા આંચકામાં લોકોને ઘ્રુજારી અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આજુબાજૂ અફરાતફરી સર્જાય હતી અને થોડી જ વારમાં બીજો આચંકો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વહેલી સવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ અગાઉ પણ જ્યારે 8 નવેમ્બરની મોડી રાત્રે ભારતમાં ઘણી જગ્યાએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ નેપાળના ડોટીમાં ભૂકંપના કારણે 6 લોકોના મોત થયા છે. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.