Site icon Revoi.in

જાપાનમાં ધરા ધ્રુજી, કુરિલ દ્વીપમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ

Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે. દરમિયાન આજે જાપાનમાં ભૂકંપ આવ્યો હતો. જાપાનમાં સતત 3 દિવસથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. જો કે, સુનામીની શક્યતા નહીં હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનના કુરિલ દ્રીપમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. જો કે, સુનામી લઈને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા 3 દિવસથી અહીં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. જેના પરિણામે લોકોમાં ભય ફેલાયો છે. જો કે, જાપાનમાં આજે આવેલા ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની થયાના અહેવાલ નથી.