Site icon Revoi.in

તુર્કીમાં ફરી 6. 4 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો –  3 લોકોના મોતની પૃષ્ટી , 200થી વઘુ લોકો ઈજાગ્રસ્ત

Social Share

દિલ્હીઃ- તુર્કી કે જ્યા ભૂકંપે વિનાશ સર્જ્યો છે ત્યા ફરી એક વખત જોરદાર ભૂકંપ આવ્યો હતો,તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું હતું કે આ વખતે  ભૂકંપ હેતાય પ્રાંતના ડાફને શહેરની આસપાસ કેન્દ્રિત હતો.હટાય પ્રાંતમાં 6.4 અને 5.8 તીવ્રતાના ભૂકંપના આંચકા પડોશી લેબનોનની રાજધાની બેરૂતમાં પણ અનુભવાયા હતા

સ્થઆનિક મીડિયા અનુસાર ભૂકંપને કારણે કેટલીક ક્ષતિગ્રસ્ત ઇમારતો પડી ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને જ્યારે આ ભ 213 લોકો ઘાયલ થયા હતા. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં વધુ છ લોકો ફસાયાહોવાનું પણ કહેવાય રહ્યું છે.

સ્થાનિક સમય અનુસાર લગભગ 8 વાગ્યેને 4 મિનિટે  હટાયમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે ત્રણ મિનિટ પછી 5.8ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. કેન્દ્ર હટાયના સમન્દગમાં હતું આ સાથે જ  ચેતવણી જારી કરીને નાગરિકોને દરિયાની સપાટચીએ ન જનાની સૂચના પણ આપવામાં આવી છે.

યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે આપેલા રિપોર્ટ મુજબ  તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમીની ઊંડાઈએ 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીના દક્ષિણી પ્રાંત હેતાયમાં સોમવારે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ફરી લોકોના મનમાં ગભરાટ ફેલાયેલો પણ જોવા મળ્યો છે હજી જૂના દ્ર્શ્યો ભૂલાયા નથી ત્યા ફરી ભૂંકપ આવતા ચિંતા વ્યાપી હતી.