Site icon Revoi.in

દક્ષિણ સેન્ડવિચ ટાપુઓમા ભૂકંપના આંચકા, તીવ્રતા 7.0 નોંધવામાં આવી

Social Share

દિલ્હી: દક્ષિણ સેન્ડવિચ ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સવારના 8:33 વાગ્યે આવેલ ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

જોકે,આ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.પરંતુ આ ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.