દિલ્હી:ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે,આ ભૂકંપ કર્માડેક દ્વીપ વિસ્તારમાં આવ્યો હતો.યુએસજીએસે અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિલોમીટર નીચે હતું.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે અગાઉ 6.6ની તીવ્રતાના ભૂકંપની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેનું કેન્દ્રબિંદુ 183 કિમી નીચે હતું. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે કહ્યું કે હજુ સુધી સુનામીને લઈને કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.