સ્ત્રીઓ માટે મહા શિવરાત્રિની હોય છે ખાસ વિશેષતા, જાણો તેનું મહત્વ
શિવરાત્રિનો પાવન પર્વ છે ત્યારે શિવભક્તો આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે, શિવલિંગની પરિક્રમા કરે છે અને ખાસ ઉપવાસ પણ કરે છે, જો કે શિવરાત્રિના પર્વની મહિલાઓ માટે પણ ખાસ વિશેષતાઓ હોય છે,તો ચાલો જાણીએ મહિલાઓ માટે શું વિશેષ હોય છે શિવરાત્રિમાં અને શા માટે.
ખાસ કરીને અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે ભગવાન શિવ જેવો જ જીવન સાથી તેમના જીવનમાં મળે. બીજી તરફ વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે. શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે.
ખાસકરીને એક માન્યતા એ પણ છે કે, ફાગળ મહિનાનો 14મો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે. તેથી મહાશિવરાત્રીને આ દિવસે મનાવવામાં આવે છે. આ સાથે જ પૌરાણિક કથાઓની જો વાત માનીે તો શિવરાત્રિ એ દિવસ છે, જ્યારે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.એટલે મહિલાઓ માટે એ દિવસ તો ખાસ રહ્યો જ કહેવાય.
એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઇ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સરશળતાથી સ્વિકારે છે. ભગવાન શિવની પૂજામાં કોઇ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી, માત્ર પાણી અને બિલી પત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રશન્ન કરી શકે છે.
આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, જો અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે.અને ખાલ સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ કરે જ છે,અ પરણિત સ્ત્રી સારા પતિની ઈચ્છામાં અને પરણિત સ્ત્રી પતિના લાંબા આયુષ્યની ઈચ્છામાં ઉપવાસ કરે છે.