મુંબઈ:ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023માં આજે (23 ફેબ્રુઆરી) પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે, જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.આ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે.આ મેચમાં ભારતીય ટીમની વિશ્વસનીયતા દાવ પર લાગશે.તે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે ઉતરશે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે આ સેમી ફાઈનલ મેચ આસાન રહેવાની નથી, કારણ કે T20માં કાંગારૂ ટીમ સામે ભારતીય મહિલા ટીમનો રેકોર્ડ ઘણો ખરાબ છે. જો છેલ્લી પાંચ મેચોને પણ જોવામાં આવે તો તેમાં પણ ભારતીય ટીમ પાછળ જોવા મળી રહી છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય ટીમની નબળી બાજુ જોવા મળી રહી છે.બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં માત્ર કાંગારૂ ટીમ જ 4 વખત જીતી શકી છે. જ્યારે ભારતીય ટીમને માત્ર એક જ મેચમાં જીત મળી હતી.ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ત્રણ મેચમાં સતત હાર્યું છે.આવી સ્થિતિમાં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ આ વખતે પણ દબાણમાં જોવા મળી શકે છે.
જો ઓવરઓલ T20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘણી નબળી દેખાઈ રહી છે.બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 30 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમ માત્ર 6 મેચ જીતી શકી છે.જ્યારે 22માં તેમનો પરાજય થયો હતો. એક મેચ અનિર્ણિત રહી હતી અને એક ટાઈ રહી હતી.