Site icon Revoi.in

ઉજ્જૈનનું પ્રચલિત મહાકાલેશ્વર મંદિર શ્રધ્ધાળુંઓ માટે 28  જૂનથી ખુલ્લુ મૂકાશેઃ- દર્શન કરવા માટે ઓનલાઈન બુકિંગ કરીને મળશે મંજુરી

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક પાબંધિઓ લાગુ કરવામાં આવી હતી, જે હેઠળ અનેક ઘાર્મિક સ્થાનો પણ બંધ કરવામાં આવ્યા હતા જ્યારે હવે સ્થિતિ સામાન્ય થતા અનેક મંદિરો ભક્તો માટે ખોલવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત મધ્યપ્રદશેનું પ્રચલિત ભગવાન શ્રી મહાકાલેશ્વરનું  મંદિરમાં 28 જૂનથી ભક્તો ખોલવામાં આવશે.

વિતેલા દિવસને ગુરુવારે મહાકાલેશ્વર મંદિર સંચાલન સમિતિની બેઠકમાં અનેક ખાસ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા કલેકટર અને મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિના પ્રમુખઆશિષસિંઘે એ કરી હતી.

આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે મંદિરમાં દર્શન કરવા માંગતા ભક્તોએ ફરજિયાત ઓનલાઇન બુકિંગ કરાવું રેહશે, આ માટે સ્લોટ વાઇઝ દર્શનની મંજૂરી આપવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશની મંજૂરી ફક્ત રસીકરણ પ્રમાણપત્ર અથવા 24 થી 48 કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવ્યા પછી જ આપવામાં આવશે.

શ્રી મહાકાલેશ્વર મંદિર સંકુલના તમામ મંદિરો દર્શન માટે ખુલ્લા મબકવામાં આવશે. ટૂંક સમયમાં દર્શન કાઉન્ટરો પણ ખોલવામાં આવશે, પરંતુ તાત્કાલિક દર્શન કરનારાઓએ પણ રસીકરણનું પ્રમાણપત્ર અથવા કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. ભક્તોને 28 જૂન સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી દર્શન કરવા દેવામાં આવશે.આ સાથે જ સ્લોટમાં ઓનલાઇન બુકિંગ કર્યા બાદ જ દર્શનની અનુમતિ આપવામાં આવશે.

બેઠકમાં લીધેલા નિર્ણયો પ્રમાણે આ સાથે જ મંદિરમાં ફોટો પડાવવા પર મનાઈ ફરમાવામાં આવી છે, આથી વિશેષ કે ભષ્મ અને શયન આરત્રીમાં શ્રધ્ધાળુંઓ આવી શકશે નહી.આ વર્ષ દરમિયાન શ્રાવણ મહોત્વ સ્થગિત કરવામાં આવ્યો છે.