નાગપુરઃ મહામેટ્રો દ્વારા નાગપુરમાં સીતાબર્દી-જીરો મિલ-કસ્તરચંદ પાર્ક કોરિડોર સાથે ફ્રીડમ પાર્કની સ્થાપનાથી નાગપુરની પ્રગતિ વધશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વ્યક્ત કરી હતી. નાગપુરમાં 1.6 કિમી લાંબી સીતાબર્દી-ઝીરો મિલ-કસ્તૂરચંદ પાર્ક રૂટનું કેન્દ્રીય મંત્રીએ ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, નાગપુરમાં કોઈ વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં પહેલી એક ટુ-ટીયર મેટ્રોની સ્થાપના કરાઈ છે. નીતિન ગડકરીએ ટ્રાફિક સિગ્નલ વિના કોઈ અવરોધ વગર કોટન માર્કેટથી ઝિરો મીલ સ્ટેશન સુધી પહોંચવાના અંડરપાસ માટે કેન્દ્ર રોડ ફંડસમાં કોષ દેવાનું વચન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, મહામેટ્રોએ નાગપુર શહેરમાં તેલંગખેડી લેક અને ફ્લાઈઓરની સુંદર્યકરણ માટે ઘણી મદદ કરી છે. મેટ્રો ફેઝ-2નો પ્રસ્તાવ સ્વિકૃતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળને મોકલી આપવામાં આવ્યો છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાવયએ મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ સાથે મળીને નાગપુર-મુંબઈ સમૃદ્ધિ રાજમાર્ગનું કામ શરૂ કર્યું છે. રાજ્ય સરકારને જરૂરી આર્થિક મદદ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. ગડકરીએ મુંબઈમાં પ્રસ્તાવિત બેઠકમાં મુંબઈ-થાણે શહેરોને વિકાસ માટે વધારાના રૂ. એક લાખ કરોડ ઉપલબ્ધ કરાવવાનો પણ વાયદો કર્યો છે.
નાગપુર મેટ્રો રેલ પરિયોજનાને 21મી ઓગસ્ટ 2014ને મંજૂરી આપવામાં આવી હતી અને તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યું હતું. નાપુરમાં માઈ મેટ્રો એક ગ્રીન મેટ્રો છે જેની કુલ ઉર્જા જરૂરિયાત 65 ટકા સૂર્ય ઉર્જાથી મેળે છે. આ પોતાના દ્વારા ઉપયોગમાં લેવાયેતા 100 ટકા પાણીને રિસાઈકિલ કરે છે અને વરસાદમાં જળ સંચયન પણ કરે છે. તમામ સ્ટેશનો પર બાયો ડાયઝેસ્ટર લાગેલા છે. મેટ્રોને પોતાના 60 ટકાથી વધારે રાજસ્વ નોન-ફેયર-બોક્સથી મળે છે. આ પ્રસંગ્રે શહેરિ વિકાસ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આ પરિયોજના એક સ્વચ્છ અને ટિકાઉ પરિયોજના બનવા માટે સક્ષમ છે કારણ કે નાગપુર મેટ્રો હરિત ઉર્જાનો ઉપયોગ કરે છે. આ યોજના આગામી ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે.