Site icon Revoi.in

આપાગીગાના મહંતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજવા કરી સીએમને રજૂઆત

Social Share

રાજકોટ: જૂનાગઢના ગિરનાર તળેટી ખાતે આદી-અનાદી કાળથી મહાશિવરાત્રી નિમિતે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જો કે કોરોના મહામારી કારણે છેલ્લા બે વર્ષથી શિવરાત્રીના મેળાને પણ કોરોનનું ગ્રહણ લાગી ગયું છે ત્યારે હાલ કોરોનનો ત્રીજી લહેર પુરી થવા તરફ છે ત્યારે આગામી 1 માર્ચના રોજ જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાનું રંગે ચંગે ઉજવણી કરવા દેવા માટે માંગ ઉઠી છે.

આપા ગીગા ઓટલાના મહંત અને ભાજપ નેતા નરેન્દ્ર બાપુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી આ મેળાની ઉજવણી કરવા દેવામાં આવે તેવી માંગ કરી છે. તો સાથે જ આવતા સમયમાં જરૂર જણાયે સાધુ સમાજને સાથે રાખી રૂબરૂ પણ રજુઆત કરવામાં આવશે..આપાગીગાના ઓટલાના મહંત અને ભાજપ નેતા નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના આ મેળાની એક લોકવાયિકા છે કે ખુદ ભગવાન શિવ કોઇના કોઇ સાધુના સ્વરૂપમાં આ મેળામાં મહાશિવરાત્રીના દિવસે આવે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે.

સમગ્ર દેશભરમાંથી આ મેળામાં સ્નાન કરવા માટે દરેક અખાડાના સાધુ સંતો અને મહામંડલેશ્વર પુણ્યનું ભાથું બાંધવા આવતા હોય છે. બે વર્ષથી આ મેળાનું આયોજન થઇ શક્યું નથી ત્યારે આ વર્ષે વેક્સીનેટેડ લોકોને મેળામાં પ્રવેશ આપી મેળાને રંગે ચંગે ઉજવણી કરવા દેવામાં આવે તેવી સૌ સાધુ સમાજની લાગણી અને માંગણી છે.