Site icon Revoi.in

મહારાષ્ટ્ર : વસઇની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 13 દર્દીઓ ભુંજાયા

Social Share

મહારાષ્ટ્ર: કોરોનાના વધતા જતા કેસ અને ઓક્સિજનના અભાવે મહારાષ્ટ્રમાં પહેલા જ હજારો દર્દીઓના જીવ જોખમમાં છે. હવે હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે 13 દર્દીઓનાં મોત નિપજ્યા છે.

વિરારની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી પાલઘર જિલ્લાના વસઈની કોરોના હોસ્પિટલમાં આગને કારણે સારવાર લઈ રહેલા 13 દર્દીઓનાં મોત થયા છે. વસઇ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનએ આ અંગે જાણકારી આપી છે. જયારે અન્ય દર્દીઓને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલા નાસિકની એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થઇ હતી. જેના કારણે 22 દર્દીઓનાં મોત નિપજ્યા હતાં. બુધવારે,દિવસના 12:૩૦ વાગ્યે નાસિકની ઝાકિર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કર રિફિલિંગ સમયે લીકેજ શરૂ થયું હતું. ઓક્સિજન સપ્લાયનું દબાણ ઓછું થતાં દર્દીઓ વેન્ટિલેટર પર ઓક્સિજન મેળવી શક્યા નહીં જેના કારણે 22 દર્દીઓનાં મોત થયા હતાં. મૃતકોમાં 12 પુરુષો અને 10 મહિલાઓ સામેલ હતી.