મહારાષ્ટ્રઃ વર્ધામાં 27 માર્ચથી 60 કલાકનું લોકડાઉન લાગૂ , નિયમનો ભંગ કરવા બદલ 2 હજારનો દંડ વસુલાશે
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર
- વર્ધામાં 60 કલાકનું લોકડાઉન લાગૂ કરાયું
મુંબઈ – સમગ્ર દેશમાં કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાના વધતા કેસોને લઈને મહારાષ્ટ્ર સરકાર પર સતત એક્ટિવ બની છે, ત્યારે હવે વર્ધામાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે હવે મોટો નિર્ણય લીધો છે.
વહીવટ તંત્રએ આ અંતર્ગત 27 માર્ચ શનિવારના રોજથી શહેરમાં સંપૂર્ણપણે 60 કલાક સુધી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે જાણવા મળતી માહબિચતી પ્રમાણે જિલ્લામાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વિતેલા દિવસ ગુરુવારવારના રોજ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
આ આદેશ જિલ્લા કલેકટર પ્રેરણા દેશભટ્ટએ કહ્યું કે, “જિલ્લામાં શનિવારે સવારે આઠ વાગ્યાથી મંગળવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 60 કલાકનું લોકડાઉન લાદવામાં આવશે.” લોકડાઉનના સમયગાળા દરમિયાન તમામ આવશ્યક દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને એમઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારો ખુલ્લા રહેશે.
આ સાથે જ જો કોઈ લોકડાીઉનના નિયમોનો ભંગ કરશે તો તેના સામે કડક પગલા લેવામાં આવશે અને રુપિયા 2 હજારનો દંડ ફટકારાશે, કોરોનાના વધતા આકંડા જોઆને કરકારે આ નિર્ણય લીધો છે.
સાહિન-