- મહારાષ્ટ્રના વાશિમથી આવ્યા ચોંકાવનારા સમાચાર
- 9 વર્ષ પહેલાં ગુમાવી હતી આંખની રોશની
- વેક્સિન લીધા બાદ આવી આંખની રોશની
- 70 વર્ષીય મહિલાનો દાવો
મુંબઈ : મહારાષ્ટ્રના વાશિમથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 9 વર્ષ પહેલાં એક મહિલાએ પોતાની આંખની રોશની ગુમાવી હતી. જ્યારે તેણે વેક્સિન લીધી, ત્યારે આંખની રોશની આવી ગઈ. 70 વર્ષની મહિલાએ દાવો કર્યો છે કે, તેની સાથે આવું બન્યું છે.
વાશિમના રીસોડ વિસ્તારના બેંદરવાડીમાં રહેતી વૃદ્ધ મહિલા સાથે આ ઘટના બની છે. 70 વર્ષીય મથુરાઇ બિડવઈ છેલ્લા 9 વર્ષથી જોઈ શકતી ન હતી. દસ વર્ષ પહેલાં તેની આંખમાં મોતિયો આવ્યો હતો. આ કારણે તેની આંખોમાં દેખાવાનું બંધ થઇ ગયું હતું. મથુરાબાઇનું મૂળ ગામ જાલણા જિલ્લાના પરતુરમાં છે. 9 વર્ષ પહેલાં તેમના જીવનમાં સંપૂર્ણ અંધકાર હતો.
પતિ ન હોવાને કારણે તેમના સંબંધીઓ તેમને રિસોડ લઇ ગયા હતા.તે દરમિયાન 26 જૂને આ મહિલાએ નજીકમાં સ્થિત સમતા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ રસીકરણ કેન્દ્રમાં ગઈ હતી અને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. આ પછી અચાનક આ મહિલાએ બંને આંખોથી જોવાની શરૂઆત કરી. છેલ્લા 9 વર્ષથી જેઓને કઈ પણ દેખાતું ન હતું, અચાનક તેમને જોવાની શરૂઆત થઈ, તે પછી સ્વાભાવિક છે કે લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થયા.
મથુરાબાઇનું કહેવું છે કે, વેક્સિન લીધાના બીજા દિવસે એક આંખમાં 30 થી 40 ટકા રોશની આવી. અગાઉ મથુરાબાઇ રસી લેવા તૈયાર નહોતા. સબંધીઓના આગ્રહને કારણે તેણે રસી લીધી હતી. કે તરત જ ચમત્કાર થયો