મહારાષ્ટ્રઃ મુંબઈમાં બારેમેઘ ખાંગા, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
- દરિયામાં હાઈટાઈડની આશંકા
- દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા
- માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન મુંબઈ માં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. તેમજ અંધેરી સબ-વેમાં ત્રણ ફુટ સુધીના પાણી ભરાયા હતા. આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ચોમાસાની સિઝન કરતા 40 ટકા કરતા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપી હતી. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે.
મુંબઈમાં મોડી રાતથી વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના આપવામાં આવી છે. શહેરનાં સાયન અને કુર્લાદાદર, માટુંગા, હિંદમાતા વિસ્તારમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગે દરિયામાં હાઈટાઈડની આશંકા વ્યક્ત કરી છે. ઉપરાંત 4.08 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
24 કલાક જાગતા મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
( Photo- Social media)