કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી આપી. તેના હેઠળ અઢી એક જમીનની ખરીદી કરવામાં આવી છે. આ જમીન ઈછગામ વિસ્તારમાં છે. આ વિસ્તાર શ્રીનગર એરપોર્ટની નજીક છે જમ્મુ-કાશ્મીર સરકારે જમીન સ્થાનાંતરણ માટે મંજૂરી આપી છે. 8.16 કરોડ રૂપિયાની કિંમત આના માટે ચુકવવામાં આવી છે.
કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના મહેસૂલ વિભાગે કહ્યુ છે કે જમીન ટ્રાન્સફર માટે મંજૂરી આપવામાં આવી છે. લગભગ 20 કનાલ જમીન મહારાષ્ટ્ર સરકારને આપવામં આવશે. તેના માટે 8.16 કરોડ રૂપિયાની રકમ મળી છે. મહારાષ્ટ્ર સરકારને 40.8 લાખ રૂપિયા પ્રતિ કનાલના દરથી જમીન આપવામાં આવી છે. આના પર મહારાષ્ટ્ર ભવનનું નિર્માણ કરવામાં આવશે. ગત વર્ષ જૂનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે બંને વચ્ચે જમીનની ખરીદીને લઈને વાતચીત થઈ હતી.
મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આવનારા તેના રાજ્યના પર્યટકોને અહીં ઉતારાની સુવિધા મળશે. તેના સિવાય અન્ય ઘણી સુવિધાઓ પણ મહારાષ્ટ્રથી આવનારા લોકોને મળશે. માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ દેશના અન્ય કેટલાક રાજ્યો પણ આવા પ્રકારનો નિર્ણય લઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે નાણાં મંત્રી અજીત પવારે પણ બજેટ દરમિયાન એલાન કર્યું હતું કે શ્રીનગર અને અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવનનું નિર્માણ કરવામાં આવશે. તેના માધ્યમથી મહારાષ્ટ્રથી યુપી અને કાશ્મીર જનારા પર્યટકોને યોગ્ય દરો પર સુવિધાઓ આપી શકાશે.
અજીત પવારે કહ્યુ હતુ કે આ બંને ભવનોના નિર્માણ માટે રાજ્ય સરકારે 77 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટયા પહેલા ત્યાં માત્ર રાજ્યના નાગરિક જ જમીન ખરીદી શકતા હતા. હવે બહારના પણ કોઈઈ વ્યક્તિ અથવા સંસ્થા જમીનની ખરીદી કરી શકે છે. જો કે સરકારના આદેશ પર કોઈ ઉદ્યોગ અથવા બહારી સંસ્થાઓને 99 વર્ષની લીઝ પર જમીન આપવાની જોગવાઈ હતી.