મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમ એ ઉદ્યોગપતિ રતનને પોતાના નિવાસસ્થાને ઉદ્યોગ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા
મુંબઈઃ આજકોજ શનિવારે મહાર્ષ્ટરના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે ઉદ્યોગપતિ રતન ટાટાને તેમના નિવાસસ્થાન પહો્ચાય હતા કારણ કે 28 જુલાઈના રોજ, મહારાષ્ટ્ર સરકારે પીઢ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાને પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ એવોર્ડની જાહેરાત કરી હતી. જે માટે આજરોજ રતન ટાટાને આ ઉદ્યોગ રત્ન એવોર્ડથી તેમના દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ રતન ટાટા તેમની ખરાબ તબિયતને કારણે એવોર્ડ સમારોહમાં ભાગ લઈ શકશે નહી માટે મુખ્યમંત્રી અને ઉપ નમુખ્યમંત્રી પોતે તેમના નિવાસ સ્થાને પહોંચીને તેમને આ સમ્માન આપ્યું હતું.રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે આ માહિતી આપી હતી.
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને તેમના નિવાસસ્થાને ઉદ્યોગ રત્ન એવોર્ડ એનાયત કરવા આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટા અને ટાટા જૂથે દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ આ એવોર્ડ સ્વીકારવા બદલ હું તેમનો આભાર માનું છું
ઉલ્લેખનીય છે કે 28 જુલાઈએ જાહેરાત કરવામાં આવી હતી કે રતન ટાટાને ઉદ્યોગ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. 28 જુલાઈના રોજ, મહારાષ્ટ્ર સરકારે પીઢ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના અધ્યક્ષ એમેરિટસ રતન ટાટાને પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કારની જાહેરાત કરી હતી. રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે આ માહિતી આપી હતી.