- સીએમ ઠાકરે સરકારી આવસ ‘વર્ષા’ છોડ્યું
- પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોચ્યા
મુંબઈ: છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ મચી રહી છે તેવી સ્થિતિમાં હવે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાન ‘વર્ષા’ છોડીને તેમના પોતાના ઘર માતોશ્રી તરફ રવાના થયા છે.જો કે તેમણે પોતાના પદ પરથી હજી સુધી રાજીનામુ નથી આપ્યું
વિતેલી રાતે જ્યારે ઉદ્ધવ ઠાકરે જ્યારે સરકારી બંગલામાંથી બહાર નીકળ્યા ત્યારે શિવસેનાના હજારો કાર્યકરો તેમના સમર્થનમાં એકઠા થયા હતા, આ સમયે ઠાકરે પર ફુલોનીી વર્ષા કરવામાં આવી હતી.આ સાથે જ જ્યારે તેઓ માતોશ્રીની બહાર નીચે ઉતર્યા અને કાર્યકરોનું અભિવાદન સ્વીકારીને અંદર ગયા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ફેસબુક લાઈવ દરમિયાન પણ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો કોઈ શિવસૈનિક મુખ્યમંત્રી બને છે તો તે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છે.વધુમાં તેમણે કહ્યું કે તેઓને મુખ્યમંત્રી પદની કોઈ લાલસા નથી. જો શિવસૈનિક ઇચ્છે તો તેઓ સરકારી નિવાસસ્થાન છોડી દેશે. એટલું જ નહી શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રીના પદ પરથી પણ રાજીનામું આપી દેશે.