Site icon Revoi.in

મહારાષ્ટ્ર – કોરોનાના દૈનિક કેસોમાં વધારો , છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13 હજારથી પણ વધુ નવા કેસો

Social Share

મુંબઈ – દેશમાં રોજિંદા કોરોના વાયરસના કેસોમાં સતત વધારો અને ઘટાડો થતો રહે છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 હજાર193 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની સરખામણીમાં આજે નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વિતેલા દિવસે ગુરુવારે 12 હજાર 881 નવા સંક્રમણના કેસ નોંધાયા છે. તે જ સમયે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 1 કરોડ 6 લાખ કરતા વધુ થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,193 નવા કેસ નોંધાયા છે. આમ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1કરોડ 09 લાખ 63હાજર 394 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન સંક્રણના કારણે 97 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારબાદ કોરોના મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 56 હજાર 111 થઈ ગઈ છે.

મંત્રાલયના ડેટા પ્રમાણે, દેશમાં સંક્રમણમૂક્ત એવા દર્દીઓની સંખ્યા વધીને 1 કરોડ 06 લાખ 67 હજાર 741 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 10 હજાર 896 દર્દીઓએ વાયરસને માત આપી છે અને સારવાર પછી ઘરે પાછા ફર્યા છે. તે જ સમયે, દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા બે લાખથી નીચે રહી છે.

આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ, દેશમાં કોરોનાના સક્રિય કેસની કુલ સંખ્યા 1લાખ 39 હજાર 542 છે, જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન, 1,01,88,007 આરોગ્ય કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – મહારાષ્ટ્રમાં 75 દિવસ પછી કોરોના વાયરસના ઇન્ફેક્શનના 5 હજારથી થી વધુ નવા કેસ નોંધાયા છે. એક અધિકારીએ કહ્યું કે, ‘નવા કેસોમાં 38 ટકા એટલે કે 2 હજાર 105 દર્દીઓ અકોલા અને નાગપુર બ્લોકના રહેવાસી છે. માત્ર અકોલા બ્લોકમાં, 1 હજાર 258 નવા દર્દીઓ મળી આવ્યા છે જ્યારે અમરાવતી મહાપાલિકામાં 542 અને અમરાવતી જિલ્લામાં 191 દર્દીઓ મળી આવ્યા છે.

સાહિન-