મુંબઈઃ મહારાષ્ટ્રમાં સવારથી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જો કે, ઠંડીની અસર મતદાન ઉપર પડી હોય તેમ ખુબ ધીમુ મતદાન થઈ રહ્યું હોવાથી રાજકીય આગેવાનો પણ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સિતારાઓ પણ મતદાનનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં મતદાનના ચાર કલાકમાં 18.14 જેટલુ મતદાન થયું હતું. ગઢચિરોલીમાં ચૌથી વધારે 30 ટકા અને નાંદેડમાં 13.67 ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે.
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. કોપરી-પચપખડી વિધાનસભા સીટના શિવસેનાના ઉમેદવાર એકનાથ શિંદેએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના વડા ઉદ્વવ ઠાકરે, છગન ભૂજબળ, સહિતના રીજકાય આગેવાનોએ મતદાન કર્યું હતું. તેમજ મહારાષ્ટ્રની જનતાને વધારેમાં વધારે મતદાન કરવા માટે અપીલ કરી હતી. ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ અને તેમની પત્ની જેનેલિયાએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મ જગતના જાણીતા અભિનેતા પ્રેમ ચોપડા સહિતના કલાકારોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જમાવ્યું હતું કે, લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મે મારા પરિવાર સાથે મદાન કર્યું છે. મહારાષ્ટ્રના મતદારોએ મોટી સંખ્યામાં બહાર આપીને મતદાન કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તેવુ આયોજન ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે. મતદાન દરમિયાન રાજકીય કાર્યકરો વચ્ચે ચકમક ઝરવાના કેટલાક સ્થળો ઉપર બનાવ બન્યાં હતા.