- ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો
- પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી
- ટેન્કરની ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે તપાસ આરંભી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સર્જાઈ છે. કસારા ઘાટ નજીક પૂરઝડપે પસાર થતું દૂધ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર 200 ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત શરુ કરી છે. ટેન્કરમાં સવાર લોકો મુંબઈ જઈ રહ્યાં હતા. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કસારા ઘાટ વિભાગમાં દૂધનું ટેન્કર ખાડામાં પડી જતાં તેમાં સવાર પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. થાણે ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેજ ગતિએ આવી રહેલું ટેન્કર લોખંડના બેરિયર સાથે અથડાયું અને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. શાહપુર સબડિવિઝન પોલીસ ઓફિસર (SDPO) મિલિંદ શિંદેએ જણાવ્યું હતું કે, “ભારતીય ન્યાયિક સંહિતા અને મોટર વાહન અધિનિયમ હેઠળ ટેન્કર ચાલક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પાંચ મૃતકો અને ચાર ઘાયલો ટેન્કરમાં સવાર હતા.” તેમણે કહ્યું કે પાંચ વર્ષના બાળક સહિત તમામ ઘાયલોને સારવાર માટે ગોટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
– #MaharashtraAccident
– #MilkTankerTragedy
– #RoadSafetyMatters
– #MaharashtraNews
– #TragicIncident
– #AccidentInMaharashtra
– #MilkTankerAccident
– #MaharashtraTragedy
– #RoadAccident
– #NewsFromMaharashtra