1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયાં
મહારાષ્ટ્રઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયાં

મહારાષ્ટ્રઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયાં

0
Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર નેતા અશોક ચવ્હાણ આજે ભાજપામાં સામેલ થયાં હતા. અશોક ચવ્હાણ મુંબઈમાં ભાજપા કાર્યાલય પહોંચ્યાં હતા જ્યાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુલેએ તેમનું સ્વાગત કર્યું હતું. અશોક ચવ્હાણની સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમર રજુરકર પણ ભાજપમાં સામેલ થયાં હતા. અશોક ચવ્હાણ આજે સવારના ભાજપમાં જોડાવવાની પુષ્ટી કરી હતી. ચવ્હાણએ સોમવારે કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્યપદ અને અન્ય હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી.

અશોક ચવ્હાણના રાજીનામાને પગલે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજનીતિ પરિસ્થિતિ જોઈએ તો મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નિથલાએ આજે મુંબઈમાં કોંગ્રેસના નેતાઓની મીટીંગ બોલાવી હતી.  બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસએ અશોક ચવ્હાણના રાજીનામા બાદ દાવો કર્યો હતો કે, કેટલાક અન્ય કોંગ્રેસના ધારાસભ્યો પણ પાર્ટીનો સાથ છોડી શકે છે. જેથી કોંગ્રેસ મવડી મંડળમાં ફફડાટ ફેલાયો છે. જેથી કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવી હતી. અશોક ચવ્હાણની ભાજપમાં એન્ટ્રીને લઈને ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, અશોક ચવ્હાણને જો ભાજપા રાજ્યસભામાં મોકલે છે તો તે સૈનિકોનું અપમાન હશે. અશોક ચવ્હાણ ઉપર આદર્શ હાઉસિંગ કૌભાંડનો આરોપ લાગ્યો છે. પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસે પણ આદર્શ હાઉસિંગ કૌભાંડને લઈને અશોક ચવ્હાણ ઉપર આક્ષેપ કર્યાં હતા.

દરમિયાન શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીએ જણાવ્યું હતું કે, અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા તેને કોઈ આશ્ચર્ય નથી. પરંતુ જે નેતા પોતાની તાકાતથી ભાજપમાં લડવાની ક્ષમતા રાખે છે તે દબાવમાં વિખેરાઈ જાય છે. શરદ પવાર એનસીપીના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે, ચવ્હાણ વધુ એક ઉદાહરણ છે કે ભાજપા વિપક્ષી નેતાઓ ઉપર દબાણ બનાવી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે, ભાજપા પોતાની અસર ઓળખ ગુમાવી રહ્યું છે. તેમજ તેઓ કોંગ્રેસના નેતાઓને આવકારે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં રક્ષા મંત્રાલયની જમીન ઉપર આલિશાન બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં અશોક ચવ્હાણ પર ગુનાહિત કાવતરુ રચવાનો આરોપ લાગ્યો હતો. જો કે, અશોક ચવ્હાણે તમામ આરોપોને ફગાવ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code