Site icon Revoi.in

મહારાષ્ટ્ર સરકારની જાહેરાત, હવે વીર સાવરકરનો જન્મદિવસ ‘સ્વાતંત્રવીર ગૌરવ દિવસ’ તરીકે ઉજવાશે

Social Share

મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે,મહારાષ્ટ્ર સરકારે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના જન્મદિવસને હવે  સ્વતંત્ર વીર ગૌરવ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે.એટલે કે   સાવરકરના જન્મદિવસે સ્વાતંત્રવીર ગૌરવ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ કેબિનેટ મંત્રી ઉદય સામંત દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને સરકારે સ્વીકારી લીધો હતો.એટલે હવે આ દિવસ સ્વાતંત્રવીર ગૌરવ દિવસ તરીકે ઉજવાશે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે સાવરકરનો જન્મદિવસ સ્વાતંત્રવીર ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેમના વિચારોના પ્રસાર અને પ્રચાર માટે સરકારે આ પગલું ભર્યું છે.રાજ્ય સરકારે પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું.

આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે- “સ્વાતંત્ર્યવીર સાવરકરનો જન્મદિવસ એટલે કે 28 મે ને ‘સ્વાતંત્ર્યવીર ગૌરવ દિન’ તરીકે ઉજવવામાં આવશે. દેશની આઝાદીમાં સાવરકરનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે. તેમના વિચારોના પ્રચાર અને પ્રસાર માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વીર સાવરકરના બલિદાનને આજે પણ આપણે યાદ કરીએ છીએ

સીએમ શિંદેએ કહ્યું કે, વીર સાવરકરે દેશની આઝાદી અને રાષ્ટ્રીય વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે તેમની દેશભક્તિ, હિંમત અને પ્રગતિશીલ વિચારોની ઉજવણી કરવા અને તેના દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વીર સાવરકરની ભારત દેશની આઝાદીની લડતમાં મહત્વનો  ફાળો છે તે તેઓ એક બહાદુર ક્રાંતિકારી હતા. એમાં વીર સાવરકરનું  નામ ક્રાંતિકારીઓના લીસ્ટમાં મોખરે છે. વીર સાવરકર એક મહાન ઐતિહાસિક ક્રાંતિકારી હતા. તે મહાન વક્તા, વિદ્વાન, પ્રચુર લેખક, ઇતિહાસકાર, કવિ, દાર્શનિક અને સામાજિક કાર્યકર હતા.વીર સાવરકર નું અસલી નામ વિનાયક દામોદર સાવરકર હતું. વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના નાસિક નજીક ભાગપુર ગામમાં થયો હતો. તેમના મોટા ભાઇ, ગણેશ (બાબરાવ) તેમના જીવનની આદર્શ હતા. પિતા દામોદરપંત સાવરકર અને માતા રાધાબાઈનું અવસાન થયું ત્યારે વીર સાવરકર ખૂબ જ નાના હતા.