Site icon Revoi.in

મહારાષ્ટ્ર સરકારે હોમ આઇસોલેશન પર મૂક્યો પ્રતિબંધ, હવે દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે

Social Share

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે હોમ આઇસોલેશન પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારબાદ હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે. આ નિર્ણય મહારાષ્ટ્રના 18 જિલ્લામાં લાગુ થશે. આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે, “રાજ્યના 18 જિલ્લાઓમાં હોમ આઇસોલેશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 18 જિલ્લાઓ એવા છે જ્યાં પોઝિટિવિટી દર ખૂબ વધારે છે. આવી સ્થિતિમાં આ જિલ્લાઓના દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે. તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં

રાજેશ ટોપેએ કહ્યું કે, “રાજ્યમાં પોઝિટિવિટી રેટ 12 ટકા છે, જ્યારે રિકવરી રેટ 93 ટકા છે.” આ સાથે, તેમણે જણાવ્યું હતું કે, બ્લેક ફંગસને રાજ્યમાં મહામારી જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હાલમાં રાજ્યમાં બ્લેક ફંગસના 2,245 કેસ છે. બ્લેક ફંગસથી પીડિત તમામ દર્દીઓની સારવાર મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના અંતર્ગત વિના મૂલ્યે કરવામાં આવી રહી છે.

કોરોનાના કુલ આંકડાની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 3 કરોડ 32 લાખ 77 હજાર 290 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 56 લાખ 2 હજાર 19 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને 51 લાખ 82 હજાર 592 લોકો સાજા થયા છે. રાજ્યમાં 27 લાખ 29 હજાર 301 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે અને 24 હજાર 932 લોકો ઇન્સ્ટીટયુશનલ ક્વોરેન્ટાઇન છે.