- બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન
- 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન
- મજુરો અને વેપારીઓમાં નારાજગી
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા સંકટને ધ્યાનમાં રાખીને મરાઠાવાડાથી લોકડાઉન લાદવાનું શરૂ થયું છે. નાંદેડ બાદ હવે બીડ જિલ્લામાં જિલ્લા અધિકારીએ 10 દિવસના કડક લોકડાઉનની જાહેરાત કરી છે. બીડ જિલ્લામાં કલમ 144 હેઠળ લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે.
આ લોકડાઉન 26 માર્ચે 12 વાગ્યાથી શરૂ થશે. જે 4 માર્ચના મોડી રાત સુધી રહેશે. આ લોકડાઉન બીડ પાલિકાના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં લાગુ થશે. લોકડાઉન દરમ્યાન ખૂબ કડક રહેશે. જિલ્લામાં તમામ ટ્રાફિક અને પરિવહન સેવાઓ બંધ રહેશે.
કરિયાણાની દુકાનોને સવારે 7 થી 9 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ સમયે કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. એટલે કે માસ્ક લગાવવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવું પડશે. દૂધ સવારે 10 વાગ્યા સુધી વેચી શકાશે. સવારે 7 થી 10 વાગ્યા સુધી ફળ અને શાકભાજી માટે સમય આપવામાં આવ્યો છે.
દવાઓ ઓનલાઇન મળી આવશે અને હોસ્પિટલો ખુલ્લા રહેશે. એટલે કે,મિશન બિગનના લોકાર્પણ પછી પહેલીવાર આવા કડક લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. આ લોકડાઉન બીડના જિલ્લા અધિકારી રવિન્દ્ર જગતાપના હુકમથી લાદવામાં આવી રહ્યું છે. આ પહેલા 13 માર્ચે સાંજે 7 થી સવારના 7 વાગ્યા સુધી બીડમાં નાઇટ કર્ફ્યુ લગાવાયો હતો.
બીડ જિલ્લો શેરડી અને ખાંડ મિલો માટે જાણીતો છે. આવા કડક લોકડાઉનથી કામદારો માટે રોજગારનું ગંભીર સંકટ ઉભું થશે. તેથી કામદારો અને વેપારીઓએ અપીલ કરી છે કે, કડક લોકડાઉન લાદતા પહેલા પ્રશાસન ફરી એકવાર પોતાના નિર્ણય પર વિચાર કરે.
-દેવાંશી