Site icon Revoi.in

મહારાષ્ટ્ર સરકારે આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉકેલો માટે AIનો ઉપયોગ કરશે

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉકેલો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AIનો ઉપયોગ કરવા માટે Google સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ગુગલની પુણે ઓફિસમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ફડણવીસે જણાવ્યું હતું કે, આ સહયોગ નાગરિકોને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો સાથે સશક્ત બનાવશે, આરોગ્યસંભાળ અને કૃષિ જેવા આવશ્યક ક્ષેત્રોમાં ક્રાંતિ લાવશે અને IIIT નાગપુર ખાતે AI સેન્ટર ઑફ એક્સેલન્સ દ્વારા મહારાષ્ટ્ર AI સ્ટાર્ટઅપ્સ માટે સમૃદ્ધ વાતાવરણ ઊભું કરશે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ગૂગલ વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાંની એક છે અને ગૂગલ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ નવી એપ્લિકેશન જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે, સાત અલગ-અલગ ક્ષેત્રોમાં ટકાઉપણું માટે Google સાથે વ્યાપક ભાગીદારી નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું, પુણે એઆઈના સંદર્ભમાં વિશ્વના નકશા પર હશે.