દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.આ સિવાય ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિએ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે, લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈકને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે, અનુસુયા ઉઇકેને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે, મણિપુરના રાજ્યપાલ તરીકે એલ. ગણેશનને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે, ફાગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ તરીકે, મેઘાલયને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહારના રાજ્યપાલ તરીકે, રમેશ બૈસને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.