મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે સરકારની કેબિનેટનું વિસ્તરણ , 18 મંત્રીઓનો સમાવેશ – રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા
- મહારાષ્ટ્ર સરકારની એકનાથ શિંદેની કેબિનેટનું વિસ્તરણ
- 18 મંત્રીઓનો સમાવેશ
- રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા
મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકારના એકનાથ શિંદે કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ કેબિનેટમાં 18 મંત્રીઓનો સમાવેશ કરાયો છે જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિંદે જૂથ અને ભાજપ કેમ્પના નવ-નવ આમ કુલ 18 મંત્રીઓને રાજભવનમાં શપથ લેવડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કેલ કેબિનેટ વિસ્તરણ 40 દિવસ બાદ કરવામાં આવ્યું છે. ભાજપના ક્વોટામાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે. એકનાથ શિંદેના પક્ષમાં પણ એટલી જ સંખ્યામાં ધારાસભ્યોએ શપથ લીધા છે.આમ કુલ 18 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે.
સૌ પ્રથમ રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા અને પછી બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા. આ પછી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ત્યારબાદ વિજય કુમાર ગાવિતે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ગિરીશ મહાજન, ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંજય રાઠોડ, સુરેશ ખાડે, સંદીપન ભુમરે, ઉદય સામંત, તાનાજી સાવંત, રવિન્દ્ર ચવ્હાણ, અબ્દુલ સત્તાર સહિત કુલ 18 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે.
આ સિવાય દીપક કેસરકર અને અતુલ સેવે, શંભુરાજ દેશી અને મંગલપ્રભાત, જેઓ એકનાથ શિંદે જૂથના પ્રવક્તા હતા, તેમણે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. આ વિસ્તરણ સાથે, મહારાષ્ટ્ર મંત્રી પરિષદના સભ્યોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે 30 જૂને શપથ લીધા હતા
જો કે હજી સુધી મંત્રીઓને કાર્ય વિભાગ સોંપાયો નથી જો કે કહેવામાં આવી રહ્યું છે કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે. આ સિવાય ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો પણ ભાજપના મંત્રીના ખાતામાં જઈ શકે છે.