- મહારાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાયા
- પેટ્રોલ પર 5 રુપિયા અને ડીઝલ 3 રુપિયાનો ઘટાડો
મુંબઈઃ- મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ ગયું છે જેમાં પેટ્રોલની કિંમતોમાં પાંચ રૂપિયા ડીઝલની કિંમતમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટમાં પેટ્રોલ અને ડીઝલને સસ્તા કરવાનો ફેસલો લીધો છે સરકારના નિર્ણયથી સામાન્ય જનતાને ફાયદો થશે
અગાઉ મહારાષ્ટ્રમાં નવી બનેલી એકનાથ શિંદેની સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાનો મંત્રી બનતાની સાથે જ નિર્ણય લીધો હતો ત્યારે હવે સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મહોર લગાવી છે
ઉલ્લેખનીય છે કે આ પેહલા એક મહિના અગાઉ કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં આઠ રૂપિયા અને ડીઝલના ભાવમાં છ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો છેવટે આ ભાવ ઘટાડવાના નિર્ણય પર આજે મહોર લગાવી દીધી છે.
જો આજરોજ ગુરૂવાર 14 જુલાઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં પેટ્રોલનો પ્રતિ લીટર એ ભાવ 111.5 35 રૂપિયા છે જે હવે ઘટીને 106.35 થઈ ચૂક્યો છે.એ જ રીતે જો ડીઝલની વાત કરવામાં આવે તો મુંબઈમાં 97.28 ડીઝલ મળી રહ્યું હતું જે હવે 94.28 રૂપિયા મળશે.
પૂણેમાં પેટ્રોલની કિંમત 105.88 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 92.37 રૂપિયા પ્રતિ લિટર છે. નવા દરો લાગુ થયા બાદ થાણેમાં એક લિટર પેટ્રોલની કિંમત ઘટીને 106.49 રૂપિયા થઈ જશે. થાણેમાં ડીઝલની કિંમત ઘટીને 94.42 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા પછી ગયા મહિને રચાયેલી નવી સરકારની બીજી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીએમ એકનાથ શિંદેએ બેઠક બાદ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે 5 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લિટર વેટ ઘટાડશે.