મહરાષ્ટ્ર જેલના કેદીઓ હવે પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદની પણ માણી શકસે મજા, મેન્યૂમાં નવી વાનગીઓ સામેલ
મુંબઈ – હવે મહારાષ્ટ્ર જેલના કેદીઓ પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદ ની પણ મજા માણી શકશે કારણ કે તાજેતરમાં, મહારાષ્ટ્ર જેલ વિભાગ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે, વિભાગે જેલની કેન્ટીનમાં ઘણી વસ્તુઓ શામેલ કરી છે. મેન્યૂ માં અનેક વાનગીઓ એડ કરવામાં આવી છે .
જાણકારી પ્રમાણે આ ખાવાની વાનગીઓ કેદીઓ સરળતાથી ખરીદી શકે છે. રાજ્યની તમામ જેલોમાં કેદીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે કેન્ટીન કેટેલોગમાં કુલ 173 વસ્તુઓ ઉમેરવામાં આવી છે.
173 new items: Maharashtra jail canteens get pani puri & ice cream
https://t.co/gLvGFDYHkR
Download the TOI app now:https://t.co/ICnSGJ8hew— Mohamed Mansoor (@Mohamed78652) December 1, 2023
આ સાથે જ આ યાદીમાં ઉમેરાઓમાં બર્મુડા શોર્ટ્સ અને ટી-શર્ટ્સ છે, ખાસ કરીને અન્ડરટ્રાયલ માટે, તેમજ ચાટ મસાલા, અથાણું, નારિયેળ પાણી, ચેસ બોર્ડ, ઓટ્સ, કોફી પાવડર, લોનાવાલા ચિક્કી, ખાંડ-મુક્ત મીઠાઈઓ, આઈસ્ક્રીમ, ઓર્ગેનિક ફળો. , પીનટ બટર, પાણીપુરી, આર્ટ બુક્સ, કલર વસ્તુઓ સામેલ કરવામાં આવી છે
એટલુંજ નહીં મહારાષ્ટ્ર ની તમામ જેલોના કેદીઓ આ સિવાય ફેસ વોશ, હેર ડાઈ વગેરે જેવી વસ્તુઓ પણ ખરીદી શકશે કારણ કે આ વસ્તુઓ પણ આ યાદીમાં ઉમેરવામાં આવી છે. તમાકુની લતને સંતોષવા માટે નિકોટિન આધારિત ગોળીઓને પણ મંજૂરી છે.
એકહવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધોને કારણે કેદીઓનો મૂડ બદલાતો રહે છે. કેદીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને સુધારણા એ નિયત શિસ્તના પરિમાણોમાં એક મહત્વપૂર્ણ પાસું છે. કેદીઓની ફૂડ લિસ્ટ વધારીને તેમના માટે નવા વિકલ્પો બનાવવામાં આવ્યા. આ વિસ્તરણ તેમના એકંદર આચાર પર સકારાત્મક અસર થવાની શક્યતાઓને વધારે તેવી આશાઓ છે.
tags:
MAHARASHTRA