Site icon Revoi.in

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ મામલે કર્ણાટકના સીએમ બોમાઈ પણ ગૃહમંત્રી અમિત  શાહને મળ્યા

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી કર્ણાટક અને મહારાષ્ટ્ર સીમા વિવાદ વકર્યો છે, આ બન્ને રાજ્યો વચ્ચે હવે જાણે એકબીજા સાથે વિવાદમાં પડી ચૂક્યા છે, આ પહેલા આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાયબ સીએમે ગૃહમંત્રીને હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી અને તેઓને મળ્યા હતા ત્યારે હવે કર્ણાટકના મુખ્યમંત્રી પણ ગૃહમંત્રી શાહને આ મામલે મળ્યા હતા.શિવસેનાના ઉદ્ધવ જૂથે પણ આ મામલે ગૃહમંત્રી અમિત શાહને મળીને મહારાષ્ટ્રનો પક્ષ રજૂૂ કર્યો હતો. હવે આ સીમા વિવાદ પર કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ પોતાનો પક્ષ રાખ્યો છે.

કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ શનિવારે જણાવ્યું હતું કે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મહારાષ્ટ્ર સાથે વધતા જતા સરહદ વિવાદ અંગે રાજ્યના વલણ અને તથ્યોથી માહિતગાર કર્યા છે. સીમા વિવાદને કારણે ઉભી થયેલી તણાવને ઓછી કરવા માટે શાહ આવતા અઠવાડિયે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરે તેવી શક્યતા છે.

બોમાઈએ એવો પણ સંકેત આપ્યો હતો કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં સરહદ વિવાદ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી શકે છે. મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડીના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ શુક્રવારે આ મુદ્દે શાહને મળ્યા પછી મુખ્યમંત્રીનું નિવેદન આવ્યું. બોમાઈ એ કહ્યું, “મેં અમારા સાંસદોના એક પ્રતિનિધિમંડળને સોમવારે શાહને મળવા કહ્યું છે. મેં પોતે પણ શાહ સાથે વાત કરી છે. તેમણે  કહ્યું છે કે તેઓ માહિતી મોકલશે અને આગામી બે-ત્રણ દિવસમાં મને અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ફોન કરશે.આ સાથે જ કહેવાય રહ્યું છે કે  આ બેઠક સંભવતઃ 14 કે 15 ડિસેમ્બરે યોજાઈ શકે છે.