Site icon Revoi.in

મહારાષ્ટ્ર : લતા મંગેશકરે મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે 7 લાખ આપ્યા,ઉદ્ધવ ઠાકરેએ લોકોને મદદ માટે કરી અપીલ

Social Share

મુંબઈઃ  સમગ્ર દેશભર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે અનેક લોકો રાજ્યની મદદ માટે આગળ આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના સામેના યુદ્ધ માટે વિશેષ સહાય ભંડોળ તૈયાર કર્યું છે. કોવિડ-19 સામે લડવા માટે ભારતરત્ન લતા મંગેશકરે વિશેષ મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે 7 લાખ રૂપિયાની મદદ કરી છે. મુખ્યમંત્રીએ આ સહાય બદલ લતા મંગેશકરનો આભાર માન્યો છે.

મહારાષ્ટ્ર સંપૂર્ણ ક્ષમતા સાથે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. કોવિડ 19 સામેની આ લડતમાં રાજ્ય સરકારની મદદ કરવા માંગતા લોકો માટે ‘કોવિડ 19 મુખ્યમંત્રી સહાય નિધિ’ તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ ભંડોળ માટેની સામાજિક જવાબદારીની લાગણી બદલ ભારત રત્ન લતા મંગેશકર દ્વારા મદદ મળી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને મદદ માટે અપીલ કરી છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે https://cmrf.maharashtra.gov.in/index સત્તાવાર વેબસાઇટ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી સહાય નિધિ માટે ભંડોળ જમા કરાવવાની તમામ માહિતી આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.