મહારાષ્ટ્ર:NHAI અને નાગપુર મેટ્રોનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું
મુંબઈ: નાગપુર શહેરનું નામ હવે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયું છે.નાગપુરમાં બાંધવામાં આવેલા હાઇવે ફ્લાયઓવર અને મેટ્રો રેલ સાથે સિંગલ કોલમ પર સૌથી લાંબી ડબલ ડેકર વાયાડક્ટને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને મહા મેટ્રોની ટીમ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ NHAI અને મેટ્રો ટીમને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નાગપુરના વર્ધા રોડ પર ડબલ ડેકર વાયાડક્ટ પર કુલ ત્રણ મેટ્રો સ્ટેશન છે.3.14 કિલોમીટર લાંબા વાયાડક્ટમાં છત્રપતિ નગર, ઉજ્જવલ નગર અને જયપ્રકાશ નગર નામના મેટ્રો સ્ટેશન છે.આ સ્ટેશનોની ડિઝાઇન અને અમલીકરણ એક પડકારથી ઓછું ન હતું.ડબલ-ડેકર વાયાડક્ટમાં પ્રથમ સ્તર પર હાઇવે ફ્લાયઓવર છે, જેના પરથી વાહનો પસાર થાય છે. ફ્લાયઓવરના પિલરના ટેકા સાથે મેટ્રો લાઇન છે, જેમાંથી મેટ્રો પસાર થાય છે.નીચે એક હાઇવે છે.ત્રિ-સ્તરીય સિસ્ટમ શહેરમાં ટ્રાફિક સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ NHAI અને ટીમ મહા મેટ્રોને સૌથી લાંબી ડબલ ડેકર વાયાડક્ટનું નિર્માણ કરીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.આ પ્રોજેક્ટને એશિયા બુક અને ઈન્ડિયા બુક તરફથી રેકોર્ડ મળી ચૂક્યો છે.આ એવોર્ડ મેળવવો એ ગર્વની ક્ષણ છે.તેમણે કહ્યું કે તેઓ આ શક્ય બનાવનાર એન્જિનિયરો, અધિકારીઓ અને મજૂરોનો હૃદયપૂર્વક આભાર અને સલામ કરે છે.