Site icon Revoi.in

મહારાષ્ટ્ર – હવે મુંબઈમાં જે લોકો ક્વોરોન્ટાઈન નહી થાય તેમને જેલ ભેગા કરવામાં આવશે

Social Share

મુંબઈ – સમગ્ર મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર ફરી વર્તાઈ રહ્યો છે છેલ્લા બે દિવસોમાં કોરોનાના વધતા કેસોએ તંત્રમાં ચિંતા ઊભી કરી છે.વહીવટતંત્રએ કોરોનાને નિયંત્રણમાં લાવવા ફરી અનેક પ્રાકરના પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો છે,આ સાથે જ બે જીલ્લાઓમાં 35 કલાકનું લોકડાઉન જારી કરવામાં આવ્યું છે.

આ નિયમોમાં માસ્ક પહેરવાથી લઈને હોમ ક્વોરોન્ટચાઈનની ફરજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,જે લોકો  હોમ કવોરન્ટાઈન થયા છે અને જો તે ઘરની બહાર ફરતા જોવા મળશે અથવા તો કોઈએ પણ માસ્ક નહીં પહેર્યું હોય અને આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો આ લોકોને પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે તેમના સામે ફરીયાદ નોંધાશે.

નિયમોનું ઉલ્લંધન કરનારા પોલીસમાં એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ ઘણાં લાંબા બાદ પછી 5 હજાર 427 કેસ નોંધાયા છે જેણે વહીવટતંત્રની ચિંતાને વધારી છે, ચાલુ વર્ષમાં આ સૌથી મોટો કોરોનાનો આંકડો છે.

વિતેલા દિવસે મુંબઈનગરીમાં 736 કેસ  નોંધાયા હતા જેમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે હવે વાયરસમાં પોઝિટિવ થયેલા દર્દીના સંપર્કમાં આવેલા લોકો પણ જો કવોરન્ટાઈન નહીં થાય તો તેમને જેલની હવા ખાવી પડશે.

હવે મુંબઈના નિયમો સખ્ત બન્યા છે, આ સાથે જ લગ્ન હોલ, કલબ, હોટલમાં પાલિકા ગમે ત્યારે ત્યાં દરોડા પણ પાડી શકશે અને નિયમનું ઉલ્લંઘન થશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે, આ સાથએ જ  માસ્ક નહીં પહેરનારા સામે પણ કડક પગલા લેવામાં આવશે.

સાહિન-