Site icon Revoi.in

મહારાષ્ટ્ર: માતા-પિતાએ કરી કાળી મજૂરી,ત્રણેય દિકરીઓએ મેળવી પોલીસમાં નોકરી

Social Share

મુંબઈ: દરેક દિકરી માટે તેના માતા પિતાથી વધારે ભગવાન પણ નથી હોતા, આ વાતને કોઈ નકારી શકે નહી. આપણે તમામ લોકો જાણીએ છે કે જ્યારે કઈ કરી જવાની ધગશ હોય ત્યારે કોઈ વસ્તુ એવી નથી કે જેને આપણે ન મેળવની શકીએ અને આવુ જ એક ઉદાહરણ આપણને મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. જાણકારી અનુસાર મહારાષ્ટ્રમાં રહેતા ઘરડા માતા પિતાએ પોતાની રીતે થતી તમામ મહેનત મને મજૂરીથી દિકરીઓને ભણાવી અને આજે તેમને ત્રણેય દિકરીઓની કઈક કરી જવાની ધગશએ તેમને મહારાષ્ટ્ર પોલીમાં નોકરી અપાવી.

જો આ વિશે વધારે વાત કરવામાં આવે તો મારુતિ જાધવે શેરડીના મજૂર તરીકે કામ શરૂ કર્યું. કુટુંબનું મોટું હોવાથી આવકમાં ઘટાડો થતો હતો. પછી તેણે શેરડી કાપવાનું કામ પણ શરૂ કર્યું. તેની પત્નીએ દીકરીઓને ભણાવવા માટે તેનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું. જાધવની મોટી પુત્રી સોનાલીની પસંદગી કોરોના સમયગાળા દરમિયાન પોલીસ ભરતીમાં થઈ હતી

સોનાલીની મહેનત તેની નાની બહેનો માટે ઉદાહરણરૂપ બની હતી. તેને જોઈને તેની બે નાની બહેનો શક્તિ અને લક્ષ્મી પણ પોલીસ સેવામાં જોડાઈ ગઈ. એક જ પરિવારની ત્રણ દીકરીઓ પોલીસ સેવામાં જોડાઈ હોય તેવું ગામમાં પ્રથમવાર બન્યું છે. જ્યારે ત્રણેય બહેનો યુનિફોર્મમાં ઘરે આવી ત્યારે તેમના પરિવારના સભ્યો તેમજ આખું ગામ તેમની સફળતાથી ખુશ થઈ ગયું.

ઉલ્લેખનીય છે કે દરેક પુત્ર પોતાના માતા પિતા માટે કઈને કઈ સારુ કરવા માંગતો હોય છે પણ ક્યારેક કોઈને સફળતા જલ્દીથી મળી જાય છે તો ક્યારેક કોઈને વધારે સમય લાગી જતો હોય છે. આ સ્ટોરી લખવા પાછળને ઉદેશ્ય માત્ર એટલો જ છે કે આ પ્રકારની સ્ટોરી વાંચ્યા પછી દરેક છોકરો કે છોકરીમાં કઈ કરવાની ધગશ જાગે અને તે પણ તેના માતા પિતાનું નામ રોશન કરે.