- કોરોનાના વધતા જતા કેસોથી લોકોમાં ભય
- 24 કલાકમાં આશરે 29 હજાર નવા કેસ નોંધાયા
- ધનંજય મુંડે અને ઉદ્ધવની પત્ની પણ પોઝિટિવ
મહારાષ્ટ્રમાં મંગળવારે પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સોમવારે મહારાષ્ટ્રમાં 28 હજારથી વધુ કોરોના સંક્રમણના નવા કેસ નોંધાયા હતા.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 132 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે કેબિનેટમંત્રી ધનંજય મુંડે બીજી વખત કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેવા છતાં સીએમ ઉદ્ધવની પત્ની રશ્મિ ઠાકરે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 28,699 કેસ નોંધાયા છે,ત્યારબાદ રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 25,33,026 થઇ ગઈ છે. મહારાષ્ટ્રમાં સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 53,589 લોકોનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 22,47,495 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલમાં 2,30,641 એક્ટિવ કેસ છે.
-દેવાંશી