Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે તોડ્યા તમામ રેકોર્ડ: 24 કલાકમાં 30,525 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

Social Share

મુંબઈ: કોરોનાના વધતા જતા કેસો લોકોને ડરાવી રહ્યા છે.દિવસે ને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસ અત્યાર સુધીના તમામ રોકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર 535 કેસ નોંધાયા છે. ગયા માર્ચથી નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. આ વાયરસને કારણે છેલ્લા 24 કલાકમાં 99 લોકોનાં મોત નિપજ્યા છે.

નવા કેસો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધીને 24 લાખ 79 હજાર 682 થયા છે. તો,મોતનો આંકડો 53 હજાર 399 છે. શનિવારે મહારાષ્ટ્રમાં 27 હજાર 126 કેસ નોંધાયા હતા,જ્યારે 92 લોકોનાં મોત નિપજ્યા હતાં. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને ડર છે કે હોળીના તહેવાર બાદ કોરોના કેસ વધશે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3775 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો, 1647 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે. કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયા પછી કુલ કેસનો આંક 3 લાખ 62 હજાર 654 થઇ ગયો છે. તો, 3 લાખ 26 હજાર 708 લોકો સારવાર બાદ સાજા થયા છે.

-દેવાંશી