- મહારાષ્ટ્રના RTI કાર્યકર્તાનું પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન
- કાર્યકર્તા સામે ફરિયાદ દાખલ કરાઈ
દિલ્હીઃ- દેશમાં પીએમ મોદીની જે રીતે લોક પ્રિયતા વધી રહી છે તેજ રીતે તેમના વિરોધીઓ પણ વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં આરટીઆઈના કાર્યકર્તા એ તાજેતરમાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન આપવાની ઘટના સામે આવી છે જો કે આ કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
આરટીઆઈના આ કાર્યકર્તા સામે સાકીનાકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.આરટીઆઈ કાર્યકર્તાનું નામ ગુલામ કાઝી છે જેના વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવી ચૂક્યો છે.
કાર્યકર્તા ગુલામ નાજી પર આરોપ છે કે તેણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને તેમને ફેસબુક પોસ્ટ દ્વારા ધમકી આપી હતી. RTI કાર્યકર્તાએ પણ સોશિયલ મીડિયામાં ભાજપના નેતા કિરીટ સોમૈયા અને અન્ય નેતાઓને ખોટા શબ્દોનો ઉપયોગ કરીને ધમકી આપી છે.
આ કાર્યકર્તાએ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી નેતા કિરીટ સોમૈયા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ નિવેદનો કરવા બદલ પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.મુંબઈ પોલીસે આરટીઆઈ કાર્યકર્તા ગુલામ કાઝી વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના નેતા કિરીટ સોમૈયા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.