વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી એકવાર બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન
- વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી બનાવ્યો રેકોર્ડ
- એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન
- રાજ્ય આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવએ આપી માહિતી
મુંબઈ : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. પરંતુ હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં કોરોનાથી બચવા રસીકરણ ખૂબ જ જરૂરી છે.
ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તી ધરાવતા દેશમાં ઝડપી રસીકરણ કરવું ખૂબ જરૂરી છે. નહીંતર ટૂંક સમયમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપી અને ઘાતક બની શકે છે. લોકો રસી લેશે તો દેશ વધુ ઝડપથી સામાન્ય સ્થિતિમાં આવી શકશે. તે જ કારણ છે કે દરેક નાગરિકે નૈતિક ફરજના ભાગરૂપે વહેલી તકે કોરોનાની રસી લેવી જોઇએ.ત્યારે તમામ રાજ્યમાં યુદ્ધના ધોરણે રસી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ફરી એકવાર મહારાષ્ટ્રએ એક દિવસમાં સૌથી વધુ રસી આપનાર રાજ્ય બન્યું છે.
કોરોનારોધી રસીકરણના કાર્યક્રમમાં મહારાષ્ટ્રએ ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે આવેલા ડેટા મુજબ, સ્પષ્ટ થઇ ગયું છે કે, મહારાષ્ટ્રએ રસીકરણની બાબતમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રમાં શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 7 લાખ 85 હજાર 311 લાભાર્થીઓએ રસી લીધી હતી. આ એક દિવસનો આંકડો છે.
છેલ્લા કેટલાક દિવસોથી રસીકરણની બાબતમાં મહારાષ્ટ્ર દેશમાં સૌથી આગળ છે. એક દિવસમાં મહારાષ્ટ્રએ સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ સતત જાળવી રાખ્યો છે. સાંજ સુધીમાં 7 લાખ 85 હજાર 311 લોકોને વેક્સીનનો ડોઝ મળ્યો હતો. એટલે કે મહારાષ્ટ્રમાં આશરે 8 લાખનો આંકડો સ્પર્શી ચુક્યો છે. આ એક જ દિવસમાં કોઈપણ રાજ્યનો સૌથી વધુ આંકડો છે. રાજ્ય આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.પ્રદિપ વ્યાસે આ અંગે માહિતી આપી હતી.
દેશમાં રસીકરણની સ્થિતિ વિશે વાત કરીએ તો અહીં પણ રસીકરણ ઝડપી ગતિથી શરૂ થઈ રહ્યું છે. શનિવારે 62.31 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આ રીતે દેશમાં રસીકરણની સંખ્યા 35 કરોડને પાર થઇ ચુકી છે.