Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ અહેમદનગર નજીક માર્ગ અકસ્માતમાં સાતના મૃત્યુ

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંમમાં એક કન્ટેનર અને થ્રી-વ્હીલર વચ્ચે સમર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયાં હતા. અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની આ ઘટના સવારે બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાપ્ત માહિતી અનુસાર અહમદનગર પાસેથી મુસાફરો ભરેલી ઓટો રિક્ષા પસાર થતી હતી દરમિયાન કોપરગામ નજીક એક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારી હતી. આ દૂર્ઘટનાને પગલે રિક્ષામાં બેઠેલા પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં બે વિદ્યાર્થી અને બે મહિલા સહિત સાત વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત થયાં હતા. જ્યારે છ વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે તમામ મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપીને મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી છે. કોપરગામમાં કન્ટેરનર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત વ્યક્તિઓના કરૂણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ દૂર્ઘટના અંગે પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ આરંભી છે. તેમજ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.