Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ બાળકીના સવાલે સીએમ શિંદેને મુઝવણમાં મુકી દીધા

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એક બાળકી વચ્ચેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં બાળકી સીએમ શિંદેને મુખ્યમંત્રી બનવા અંગે સલાહ માંગતી જોવા મળી રહી છે. વીડિયોમાં દેખાતી બાળકી અન્નદ ડામરે એકનાથ શિંદેને તેમના નંદનવન બંગલામાં મળી હતી.

આ દરમિયાન બાળકીએ સીએમ શિંદેને પૂછ્યું, “શું તે પણ પૂરગ્રસ્ત લોકોની મદદ કરીને મુખ્યમંત્રી બની શકે છે? જ્યારે આસામમાં પૂર આવ્યું હતું, ત્યારે તમે લોકોની મદદ માટે પાણીમાંથી પસાર થયા હતા. શું હું પૂરગ્રસ્ત લોકોની મદદ કરી શકું? ‘હું મદદ કરીને મુખ્યમંત્રી બની શકું? બાળકીએ સીએમ શિંદે પાસેથી તેને ગુવાહાટી લઈ જવાનો વાયદો લીધો હતો

બાળકીના આ નિર્દોષ સવાલો સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતો. સીએમ એકનાથ શિંદેએ છોકરીનું મનોબળ વધારવા માટે કહ્યું કે, “હા તમે ચોક્કસ મુખ્યમંત્રી બની શકો છો. અમે તેના પર ઠરાવ પસાર કરીશું.” આ પછી છોકરી અન્નદાએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને દિવાળી દરમિયાન તેને ગુવાહાટી લઈ જવા કહ્યું. જવાનું વચન આપવાનું કહ્યું જેના પર સીએમ શિંદે સહમત થયા અને કહ્યું, હા અમે ચોક્કસ જઈશું.

શિંદેએ છોકરીને પૂછ્યું કે, તારે કામાખ્યા મંદિર જવું છે? જવાબમાં અન્નદાએ હા પાડી. બાળકીની આ વાતો સાંભળીને સીએમ શિંદેએ ત્યાં હાજર લોકોને કહ્યું કે આ છોકરી ખૂબ જ સ્માર્ટ છે.