- મહારાષ્ટ્રમાં લાગી સકે છે લોકડાઉન
- આજે લોકડાઉન બાબતે લેવાશે નિર્ણય
મુબઈ -મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વદતા મંગળવારના રોજ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મંત્રી મંડળ દ્વારા સખ્ત લોકડાઉન લગાવાવના સુચનો અપાયા હતા, જો કે આ મામલે સત્તાવાર રીતે હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી,પરંતુ આજરોજ બુધવારના દિવસે નવા દિશા નિર્દેશ સાથે ઉદ્ધવ ઠાકરે સરકાર રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે.
રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, કડક પ્રતિબંધ હોવા છતાં પણ દરરોજ 50 હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, એટલા માટે મંગળવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મોટાભાગના મંત્રીઓએ લોકડાઉનની માંગ કરી હતી. કેબિનેટે નિર્ણય લીધો છે કે રાજ્યમાં કોરોના વાયરસની ચેઇનને તોડવા માટે 21 એપ્રિલના રોજ રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન લાગુ કરવું જોઈએ.
તેમણે કહ્યું કે બુધવારે સવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સત્તાવાર રીતે લોકડાઉનની જાહેરાત કરશે. તે જ સમયે, શિવસેનાના નેતા અને શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન થવું જોઈએ તેવી લોકોની ભાવના છે. આ લોકડાઉન વિતેલા વર્ષની જેન સખ્ત હશે.ત્યારે સરાકરની આ વાતોને લઈને પરપ્રાંતિયોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંગળવારે સાંજે લગભગ બે હજાર પરપ્રાંતિય શ્રમિકોની પુણે રેલ્વે સ્ટેશન પર ભીડ જમા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે ા જોતા અનેક લોકોની લોકડાઉન કરવાની માંગ છે, ત્યારે હવે આ બાબતે આજે મહારાષ્ટ્ર સરકાર નિર્ણય લઈ શકે છે.
સાહિન-