મહારાષ્ટ્રના ‘મધર ટેરેસા’ અને પદ્મશ્રીથી સમ્માનિત સિંધુતાઈનું 74 વર્ષની વયે નિધન – પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
- મહારાષ્ટ્રના સેવાભાવી સિંઘુતાઈનું નિધન
- 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- પીએમ મોદી સહીત કેન્દ્રીયમંત્રી એ શોક વ્યક્ત કર્યો
દિલ્હીઃ- મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી સિંઘુતાઈ નામ ખૂબ જ જાણતી બન્યું હતું,કારણ કે તેઓ એક પ્રખ્યાત સામાજિક કાર્યકર હતા તેઓને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિચ પણ કરાયા હતા છે.જો કે 74 વર્ષના સિંધુતાઈ સપકાલનું નિધન થયું છે. સિંધતાઈ સપકલને પુણેની ગ્લેક્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરરે જણાવ્યું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અંદાજે દોઢ મહિમાથી તેમની સારવાર ચાલી રહી હતી .હાલ થોડા સમય પહેલા તેનું ઓપરેશન પણ થયું હતું. તેમના નિધનને લઈને અનેક નેતાઓ એ શોક વ્યરક્ત કર્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સિંધુતાઈ સપકાલને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.તો પીએમ મોદીએ પમ તેમના અવસાનને લઈને શોક વ્યક્ત કર્યો છે.
Dr. Sindhutai Sapkal will be remembered for her noble service to society. Due to her efforts, many children could lead a better quality of life. She also did a lot of work among marginalised communities. Pained by her demise. Condolences to her family and admirers. Om Shanti. pic.twitter.com/nPhMtKOeZ4
— Narendra Modi (@narendramodi) January 4, 2022
ગડકરીએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે , “વરિષ્ઠ સામાજિક કાર્યકર અને અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલના નિધનના સમાચાર સામે આવ્યા છે. તેમને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.
પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર, સિંધુતાઈએ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને હજારો અનાથોની સંભાળ લીધી. સિંધુતાઈને મહારાષ્ટ્રની મધર ટેરેસા પણ કહેવામાં આવે છે. તેમણે તેમનું આખું જીવન અનાથ બાળકોની સેવામાં વિતાવ્યું. તેમણે લગભગ 1400 અનાથ બાળકોને દત્તક લીધા અને આ ઉમદા હેતુ માટે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી સહિત અન્ય ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા.
સિંઘુ તાઈને તેમની એકમાત્ર પુત્રી મમતા છે. તેમના અંતિમ સંસ્કાર બુધવારે સવારે પૂણેના હડપસરમાં મંજરી ખાતે કરવામાં આવશે. નવેમ્બર 2021માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.