- 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી
- ઈઝરાયલમાં ગાંધીજીના નામ પર ચોકનું નામકરણ
- કિરયાત ગતમાં ગાંધીજીના નામ પર ચોકનું નામ રખાયું
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સોમવારે ઈઝરાયલના દક્ષિણી શહેર કિરયાત ગતના એક વિખ્યાત ચોકનું નામ ગાંધીજીના નામ પર રાખવામાં આવ્યું છે. ઈઝરાયલના દક્ષિણમાં કરિયાત ગત એક નાનકડું શહેર છે. અહીં યહુદી સમુદાયના લગભગ 3000 ભારતીયો વસવાટ કરે છે. મુખ્યત્વે તેઓ મુંબઈથી અહીં આવીને વસવાટ કરી રહ્યા છે.
શહેરના કમ્યુનિસ્ટી સેન્ટરમાં આયોજીત કાર્યક્રમમાં મેયર અવિરામ દહારીએ આને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે કે જ્યારે ઈઝરાયલના લોકોએ મહાન આત્માનું સમ્માન કર્યું છે. દહારીએ કહ્યુ છે કે આ ઐતિહાસિક દિવસ છે. ગત 60 વર્ષોમાં કિરયાત ગતમા દુનિયાભરના યહુદી પ્રવાસીઓ રહેવા આવ્યા છે. અહીં તેમની વિશિષ્ટતા અને સાંસ્કૃતિક વારસાને સાવધાનીપૂર્વક સાચવ્યો છે. અહીં ગાંધીજીનું સ્મારક એક સમ્માન છે, જે અમે કિરયાત ગત અને દુનિયામાં ભારતીય સમુદાય માટે મહેસૂસ કરીએ છીએ.
ઈઝરાયલમાં ભારતીય દૂત પવન કપૂરે ભારત અને ઈઝરાયલના સંબંધો માટે આને એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે. કપૂરે કહ્યુ છે કે આ બેહદ ખાસ છે કે મહાત્મા ગાંધીની 150મી જયંતી પર એક મહત્વપૂર્ણ ચોકનું નામકરણ તેમના નામ પર કરવામાં આવ્યું છે. આ ઈઝરાયલમાં ઘણું ખાસ અને આટલું વિશિષ્ટ છે કે અમે આશા કરીએ છીએ કે ભારત-ઈઝરાયલ ભાગીદારીના વિભિન્ન સ્વરૂપોમાં તેને જોવાશે. તેમણે દેશના વિભિન્ન હિસ્સામાંથી આવેલા ભારતીય સમુદાયના સદસ્યોને અભિનંદન પણ આપ્યા હતા.