મહાત્મા ગાંધીની બાઉલ-ચમચીની હરાજી બ્રિટનના બ્રિસ્ટલમાં 10 જાન્યુઆરીએ થશે
- મહાત્મા ગાંધીની બાઉલ-ચમચીની થશે હરાજી
- બ્રિટનના બ્રિસ્ટલમાં 10 જાન્યુઆરીએ થશે હરાજી
- 2 કરોડ સુધી પહોંચી શકે છે તેમની કિંમત
દિલ્લી: બ્રિટનના બ્રિસ્ટલમાં 10 જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા વપરાયેલ એક નાનો બાઉલ, લાકડાની બે ચમચી અને લાકડાના કાંટાની હરાજી કરવામાં આવશે. આ વસ્તુઓની શરૂઆતની કિંમત 55 હજાર બ્રિટીશ પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. હરાજી કમિશન, જીએસટી, વીમા, ભાડા અને ભારતીય કસ્ટમ ડ્યુટી સહિત ભારતમાં તેમની શરૂઆતની કિંમત લગભગ 1.2 કરોડ રૂપિયા હોઈ શકે છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગાંધીજીની આ વસ્તુઓની કિંમત 80 હજાર બ્રિટિશ પાઉન્ડ સુધી લગાવવામાં આવી શકે છે, એટલે કે ભારતમાં તેમની કિંમત લગભગ 2 કરોડ થઈ શકે છે. જોકે, કોઈપણ હરાજીમાં બોલીઓ કેટલી આગળ વધશે, તે અગાઉથી કહેવું મુશ્કેલ છે. ઘણી વખત એવું બને છે કે, અંદાજમાંથી 2 અથવા ત્રણ ગણા ભાવ મેળવવામાં આવે છે. ગ્લોબલ ઓનલાઇન હરાજીના કિસ્સામાં આ વાત હજી વધુ સાબિત થાય છે.
ગાંધીજીની વિરાસત – પત્રો, પુસ્તકો, તસ્વીરો, પેઇન્ટિંગ્સ, સેન્ડલ, ચશ્મા અને અન્ય ઘણી વસ્તુઓ – લોકો અને સંસ્થાઓને વિશ્વવ્યાપી સંગ્રહમાં આકર્ષિત કરી રહી છે. જો કે, ગાંધીજી દ્વારા વપરાયેલી વસ્તુઓની હરાજી ખૂબ જ ઓછી જોવા મળે છે. બાઉલ અને ચમચીનો આ સેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે મહાત્મા ગાંધીના એક મશહુર અનુયાયી સુમતિ મોરારજીના સંગ્રહમાં છે.
ઇસ્ટ બ્રિસ્ટલ હરાજી કરનારા વતી કહેવામાં આવે છે કે, ગાંધીજીએ પૂણેના આગા ખાન પેલેસમાં 1942 થી 1944 ની વચ્ચે અને ત્યારબાદ મુંબઇના પામ બન હાઉસ ખાતે આ કટલરી સેટનો ઉપયોગ કર્યો હતો. આ બાઉલ સિમ્પલ મેટલથી બનેલો છે, તેના આધારમાં 208/42 પ્રિન્ટેડ છે.
આ સેટની તમામ વસ્તુઓનો ગાંધીજી ઉપયોગ કરતા હતા. અને તે સુમતિ મોરારજીએ પોતાની પાસે સંભાળીને રાખ્યા હતા, જે લાંબા સમયથી ગાંધીજીની ખૂબ નજીક રહ્યા અને તેઓએ અનેક પ્રસંગોએ ગાંધીજીની સંભાળ લીધી. આ વસ્તુઓનો તેમણે પોતાના એક પુસ્તકમાં પણ ઉલ્લેખ કર્યો છે. હરાજી કરનારાઓએ કહ્યું છે કે, આ ફક્ત ગાંધીજી જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને લગતી ઐતિહાસિક કલાકૃતિઓ છે.
-દેવાંશી