- ગાંઘીજીના પૌત્ર અરુણ ગાંઘીનું નિધન
- 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી આજે હયાત ન હોવા છત્તા દેશમાં તેમનું નામ સમ્માનથી લેવાય છે તેમણે કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરે છે જો ગાંઘીજીના વંશોજોની વાત કરીએ તો તેમના પૌત્ર અરુણ ગાંઘીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ગાંઘીજીના પોત્ર અરુણ ગાંધીનું આજરોજ મંગળવારે અવસાન થયું છે.મેતેમણે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્તેયું છે કે તેઓ ઉમંર સંબંધિત સમસ્યાઓને લઈને ઘણા સમયથી બીમાર હતા.
આ નિધનના સમાચતારને લઈને અરુણ ગાંઘીના પુત્રએ જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 2 વાગ્યા બાદ કોલ્હાપુરમાં કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે અરુણગાંઘી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલના પુત્ર હતા.તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો.ત્યારે ગાંઘીજીના વંશનો એક ચિરાગ આજે ઓલવાયો છે.
અરુણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમના પિતા અહીં પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતા, જ્યારે તેમની માતા એ જ અખબારમાં પ્રકાશક હતા.
અરુણ ગાંધીએ પાછળથી તેમના દાદાના માર્ગને અનુસર્યો અને સામાજિક-રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું. અરુણ ગાંધી દ્વારા લખાયેલા પુસ્તકોમાં ધ ગિફ્ટ ઑફ એન્ગરઃ એન્ડ અધર લેસન્સ ફ્રોમ માય ગ્રાન્ડફાધર મહાત્મા ગાંધીનો સમાવેશ થાય છે.
અરુણ ગાંધી 1987માં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. અહીં તેમણે તેમના જીવનના ઘણા વર્ષો મેમ્ફિસ, ટેનેસીમાં વિતાવ્યા. અહીં તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની પણ સ્થાપના કરી.અરુણ ગાંઘી છેલ્લા 24 વર્ષથી સતત કોલ્હાપુર આવતા હતા. આ વર્ષે પણ તેઓ કાર્યકર્તા અનુરાધા ભોંસલેની NGO અવની સંસ્થા પહોંચ્યા અને ત્યાં 10 દિવસ રોકાવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ સંસ્થા બેઘર મહિલાઓ અને છોકરીઓની મદદ માટે કામ કરે છે.