Site icon Revoi.in

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંઘીનો ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ પોતાની અટકાયત કરાઈ હોવાનો દાવો

Social Share

દિલ્હીઃ- આજે ભારત છોડો આંદોલનને 81 વરપ્ષ પૂર્ણ થયા છે ત્યારે હાલ પણ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીજીના પ્રપૌત્ર હયાત છે જો કે આજે તેમણે એવનો દાવો કર્યો છે કે આજના દિવસે મારી અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મહાત્મા ગાંઘીના પ્રપૌત્ર તુષાર ગાંઘીએ આ દાવો ટ્વિટરના માધ્યમથી ટ્વિટ કરીને કર્યો છે અને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે દાવો કર્યો છે કે તે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠની ઉજવણી કરવા નીકળ્યા હતા. પરંતુ સાંતાક્રુઝ પોલીસે તેમને પોતાની કસ્ટડિમાં લઈ લીધા હતાય

ચ્વિટર પર આ અંગેની જાણકરતા તેમણે એમ લખ્યું છે કે , ‘હું 9 ઓગસ્ટે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ઘરની બહાર આવ્યો હતો અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. મને મારા દાદા-દાદી મહાત્મા ગાંધી અને બા પર ગર્વ છે, જેમણએ અંગ્રેજોએ આ ઐતિહાસિક તારીખે અટકાયતમાં લીધા હતા.

એટલું જ નહી પરંતુ તુષાર ગાંધીએ પોલીસ સ્ટેશનથી જ ટ્વીટ કર્યું કે, ‘તેમને મુક્ત થતાં જ તેઓ ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરફ કૂચ કરશે.’ તેમણે કહ્યું, ‘આ શહીદોને યાદ કરવાનો દિવસ છે અને ઓગસ્ટ ક્રાંતિ દિવસ ચોક્કસપણે ઉજવવામાં આવશે.

જો કે બીજી મહત્વની વાત એ છે કે આ મામલે હજી સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે આ સમાચાપર લખાય છે ત્યા સુઘધી તુષાર ગાંઘીને પોલીસ કસ્ટડિમાંથી મૂક્ત કરવામાં આવ્યા હતા આ મામલે પોલીસે થોડા સમય બાદ તુષારને છોડી મુક્યો હતો. તુષારે ટ્વીટ કરીને લખ્યું કે હવે તેને જવા દેવામાં આવી રહ્યો છે. ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરફ જઈ રહ્યા છે. ઈન્કલાબ ઝિંદાબાદ!