Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહાયુતિ 26મી નવેમ્બરે દાવો કરશે

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. મહાયુતિ હાલ હરિફ મહાવિકાસ અઘાડીથી ખુબ આગળ છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન ભાજપાએ તા. 25મી નવેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એટલું જ નહીં મહાયુતિ 26મી નવેમ્બરના રોજ સરકાર રચવા માટે દાવો કરે તેવી શકયતા છે.

મહારાષ્ટ્રમાં હાલ ભાજપા 127 બેઠકો ઉપર આગળ છે. જ્યારે શિવસેના (શિંદે) 55, એનસીપી (અજીત પવાર) 35 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસ 20, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 16, એનસીપી (શરદ પવાર) 13 બેઠકો ઉપર આગળ છે. ભાજપાનો સ્ટ્રાઈક રેટ 84 ટકા, એનસીપી (અજીત પવાર) 62 ટકા, શિવસેના (શિંદે) 71 ટકા, કોંગ્રેસનો 19 ટકા, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 21 ટકા અને એનસીપી (શરદ પવાર)નો 12 ટકા જેટલો હોવાનું જાણવા મળે છે.