- મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લૂક વાયરલ
- સોશિયલ મીડિયા પર ફેંસ થયા દીવાના
- પ્રશંસામાં કહી રહ્યા છે સિંધમ
સિમલા : ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ થી દૂર થઈને રજા માણી રહ્યા છે.આ સાથે તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા નથી. કોરોના વાયરસના કેસોને કારણે 2021 ની મધ્યમાં આઈપીએલ સસ્પેન્ડ થયા પછી પણ એમએસ ધોનીના કોઈ સમાચાર નથી. પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી તે રોજ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. જોકે તેના એકાઉન્ટ પર કોઈ અપડેટ નથી, પરંતુ તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવાના ઇન્સ્ટાગ્રામ પર ધોની નજરે પડે છે. હવે તેની આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ધોનીનો લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યો છે. આમાં આ ક્રિકેટર બદલાયેલા લુકમાં જોવા મળે છે. ફોટોની સાથે સીએસકેએ તમિલમાં લખ્યું છે,કનને અને કન્ને એટલે કે પિતા અને પુત્રી.
આ તસવીરમાં ધોની દીકરી જીવા સાથે જોવા મળે છે. આ સાથે તેણે મૂછો પણ વધારી છે. ધોની ક્રીમ કલરનું પેન્ટ અને બ્લુ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. તેની વધેલી મૂછને જોઈ તેના ફેંસ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના વિશે ઘણી કમેન્ટ કરવામાં આવી. કેટલાકે તેને સિંઘમ કહ્યું તો કેટલાકએ મૂછો માટે તેની પ્રશંસા કરી. તો કોઈએ પિતા-પુત્રીને લઈને કમેન્ટ કરી.
ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કેપ્ટનશીપ હેઠળ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહી અને તે પ્લેઓફમાં જવાનું નિશ્ચિત લાગે છે. આઈપીએલનો બીજો ભાગ સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે યુએઈમાં રમવાનો છે. ગયા વર્ષે યુએઈમાં જ આ આખી ટૂર્નામેન્ટ યોજાઈ હતી.