Site icon Revoi.in

સરદાર જયંતી અને ઇન્દિરા ગાંધી શહીદ દિન નિમિત્તે મહિલા કોંગ્રેસ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર

Social Share

અમદાવાદઃ  સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની 39માં શહીદ દિન નિમિત્તે  શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોએ સરદાર પટેલ અને ઈન્દિરાજીની તસવીરને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ ખરીને મહિલા કોંગ્રેસની બહેનોએ રક્તદાન કરી સેવા કાર્યમાં જાડોયા હતી.

શહેરમાં રાજીવ ગાંધી ભવન ખાતે સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલિ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સમજાવવાનો કે, પાછા પાડવાનો પ્રયત્ન કરતા હોય તેવા લોકોએ સમજવાની જરૂર છે કે આ સરદાર સાહેબના પથ ઉપર તેમના વિચારોથી એમના સિદ્ધાંતોને લઈને ચાલવા વાળો કોંગ્રેસનો કાર્યકર છે. જે સંઘર્ષ કરીને દેશની એકતા અખંડિતતા માટે કામ કરતો રહેશે. ખુબ અફવાઓ અને ખોટો પ્રચાર કરવામાં આવ્યો. કોંગ્રેસની ગુજરાતની વાત કરીએ કે, ગુજરાતની જેટલી જાહેર સંસ્થાઓ છે જેટલા જાહેર કાર્યો છે એ મોટા ભાગની જાહેર સંસ્થાઓ અને કાર્યો સાથે સરદાર સાહેબનું નામ જોડવાનું કામ એક માત્ર કોંગ્રેસ પક્ષે કર્યું છે. સરદાર સરોવર ડેમ હોય, અમદાવાદનું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે, આપણું વિધાનસભાનું સચિવાલય કે પાલડીનો બ્રીજ હોય, અમદાવાદનું પહેલું કોર્પોરેશન ભવન, સ્પીપા હોય કે એવા અનેક કાર્યો આપણે ગણાવી શકીએ કે જે કોંગ્રેસના શાસનકાળમાં ખુબ ઉપયોગી કાર્યો-સંસ્થાઓ બની અને તમામે તમામ કાર્યોને સરદાર સાહેબના નામ સાથે જોડી તેમનું જે વિરાટ નેતૃત્વ હતું તેને અમર બનાવવાનું કામ પણ કોંગ્રેસ પક્ષે કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અને સરદાર સાહેબ એ બંને એક પરિવારનો ભાગ છે. એટલે એને કોઈ અલગ કરી ના શકે અને કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે ભાજપના નેતાઓ ગમે તેટલા ભાષણો કરે કે ગમે તેટલું પોતાની જાતને સરદાર સાહેબની સરખામણી કરવાનો પ્રયત્ન કરે પણ સરદાર સાહેબની ક્યારેય સરખામણી હોય જ નહીં. સરદાર સાહેબને કોંગ્રેસમાંથી ક્યારેય અલગ પાડી પણ નહીં શકે. એ સંદેશ આપણે આજના દિવસે આ ગુજરાતના જન જન સુધી પહોંચાડવાનો છે.

પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ ખરીને મહિલા કોંગ્રેસની બહેનોએ રક્તદાન કરી સેવા કાર્યમાં જાડોયા હતી.